Sunday, 15 January 2017

अछांदस

( સ્પર્ધા માટે🌻)

સમયદાન

દે...! દીધા...! દેહ..
કોનું? કેમ?
શબ્દોની વચ્ચે શબ્દ શબ ! સ્તબ્ધ..
દેહ ...અંત..!
મસ્તક માતાનુ..
મસ્તક પિતાનુ..
મસ્તક પુત્રનુ...કે પછી
પરિવારનુ છે શું મસ્તક ?
સબંધ અને સગપણ,
મગજ મરેલુ...! જાણે છે દિલ ધબકતુ...
કાપી દીધો દેહ અમારો ..
આપનાર ...
આ કોણ?
છે આ સવાલ મારો...?
સ્વજન તારો છે સેવક !
સ્વજન પરજનનો છે સેવક !
કિંમત સ્વજનની છે પરજનની છે
સમાન છતા !
દાન ? દેહ ? પરદેહ..અરેએએ
શિબિરાજ વજન મૂકે અંગ પોતાના કાપી-કાપી
હોલો બચે ..! રંગ લાલમાટી માપી-માપી..
બાજ આખે જોતો નર પાપી...!
ન કર દેહદાન..
તું  છે નાતિન ?
સદા રહ્યો આશ્રીત ..!અને
રૂણ અદા હરરીત..
જીવતાનું મારણ હળ-હળ ભીત!
શું છે આ સમયનું બળ નવનીત ?
હનુમાન પવન પુત્ર
હનુ' ટુટી છે માણસાયની છીક,
સ્મરણ અધર્મી, ધર્મ ચરણ
સેવાનું પર્યાવરણ
મરણસયા અને સ્વજન,
સેવક ક્યા?
દાનવીર...
શ્રેષ્ઠ દાન કર્ણ પોતાના કવચ-કુંડળે અમર તું યુગપુરુષ ચીર..
અને
કલયુગમાં શિર મરણ જાણે
દાન હરણ..
સંસકારોનુ માન હરણ..
અંગ છે કોઈના ને હાલ હરણ..
સેવા-સેવકનું નામ હરણ..
જીવતા માણસનુ દેહાન્ત..! હરણ..
અકાલ મરણ
તે કરી રહ્યા, તે તું કર વરણ
રૂણી ...!
અંત અને અનંતકાળ
સેવક કર્મ સવર્ણ
સમયદાન ધર્મ

જાગૃતિ મારુ ' મહુવા', "જાગુ"

No comments:

Post a Comment