(ભાવેશભાઈ જેતપરિયાના માર્ગદર્શન હેઠળ જીવનની પ્રથમ ગઝલ)
રાજવીની યાદમાં રાણી રહે
એમ આંખો કાયમે તાણી રહે
આવવાની વાટમાં ઊભા અમે
તોય આઘા પ્રેમને જાણી રહે
ખ્વાબ મારા ભાંગતા તેઓ સદા
આંખમાં મારી ભલે પાણી રહે
જીવને આખો અમારો દાનમાં
આપતાતો ચાલને શાણી કહે
ભોગ આપોને છપ્પને જાતના
તોય એને માત્ર ચા-પાણી કહે
પ્રેમ કાવ્ય રૂપમાં દીધા અમે
જાળ માંહી નાખતી વાણી કહે
યાદમાં ને યાદમાં રોતા અમે
કેમ ભીની આંખ આ છાની રહે
-ધાર્મિકભા ગઢવી
No comments:
Post a Comment