Monday, 2 January 2017

ગઝલ

ચાલ્યા કરશે આપોઆપ, અવધિ લગ તું………….જીવતાં…….શીખ,
કાગારોળ પણ જપશે જાપ, ધ્યાન હવે તું ………….ધરતાં…….શીખ.

યાદ નથી કે યાદ ન રાખ્યું! ઘાવ ગણ્યે શું મળવાનું?
લંગડો તોયે, પગ ઉપર તું પાટા બાંધી ……………….ફરતાં…...શીખ.

કહી કહીને મૌન થયેથી પ્રતીતિઓ સહુ બોલી છે, 
પૂર્ણ ગઝલને સમજે કોણ? શેર માત્રમાં……………..લખતાં…...શીખ.

રદીફ કાકીયા મેલ હવે તું, ગોખેલાની ગલીઓ છે આ,
પ્રેમનગરનું પંખેરું તું, સ્વપ્નોમાં …………………...વિહરતા…. શીખ.

રેખાઓ તેં દોરી ક્યાં છે? ગાંઠો પાડી ગૂંચવાયો શેં?
તર્ક સાથેનો ય સંબંધ કાપી, વર્તમાનને……………….વણતા ….શીખ.

જનક મ દેસાઈ

No comments:

Post a Comment