Sunday, 15 January 2017

ગઝલ

*_ગઝલ_*

            *_૧૫ / ૧ / ૨૦૧૭_*

જામ મારા હાથમાં છે; પી જવા દે તું મને,
થાય જો આ દર્દ દિલને તો દવા દે તુ મને

બેવફાઈ આ સહન ક્યાં થાય મારાથી હવે?
આ મદિરાથી શરાબી તો થવા દે તું મને !

ઓ સનમ ! આ દર્દ તેં દીધાં હતાં જૂનાં થયાં,
દર્દ એવા કૈક દિલથી તો નવા દે તું મને.

ભેટવા ખાતર ઘણુ હું રાત દી' તડપ્યો છતાં,
મોત આવે એ પહેલા ભેટવા દે તું મને.

મેં સજાવી તો હતી સાથી ગઝલ કાગળ મહીં,
આ ગઝલ તું  છે, શબદ આજે થવા દે તું મને.

*_હર્ષ . " સાથી "_*

No comments:

Post a Comment