[1/26, 12:14 PM] Hemant Madrasi: છે પ્રણયનો ભાવ, પરખાઈ ગયો,
દિલનો ઉત્સવ આજે ઉજવાઈ ગયો !
હા, હતી એની અદામાં વાત કંઈ!
વાહ! મોંથી શબ્દ બોલાઈ ગયો !
તારા લગ પહોંચી શકું એ પહેલાં તો,
આવતાં, રસ્તે જ અટવાઈ ગયો !
બાદબાકી કરવી સપનાંની પડે,
અર્થ આ જીવનનો સમજાઈ ગયો !
સહેલું ક્યાં સ્વીકારવાનું એ અહીં?
સત્ય કહેતાં એથી અચકાઈ ગયો !
ભાગ પુત્રોને ના ઘરનો આપ્યો ને
બાપ વિધુર એથી સચવાઈ ગયો !
-હેમંત મદ્રાસી
જોયા જે મેં ખયાલના દિવસો,
ના શક્યો પામી વ્હાલના દિવસો!
યાદ આવે ધમાલના દિવસો,
બસ, હતા એ કમાલના દિવસો !
ના મળ્યા જેના તો કદી ઉત્તર,
એ હતા બસ, સવાલના દિવસો!
ના કદી ભૂલી હું શકું છું એ
ગાળ્યા જે તારી ચાલના દિવસો !
કેટલો ફર્ક બેઉમાં છે જો !
કાલના ને આ હાલના દિવસો !
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment