Wednesday, 25 January 2017

ગઝલ

ચારે કોરે  ગોળી છૂટે,
રક્તો વાળા સરવર ફૂટે.

ધડ બડ કરતું લશ્કર આવે,
દુશમનના તો તન ધન લૂંટે.

ચાલી કેવી કાપા કાપી,
અબળાના કૈં કંકણ તૂટે.

વાઢેલું માથું ખોળે લૈ,
સૂની આંખો ભીંતો ફૂટે.

ધારા ધોરણ નેવે મૂકી,
નેતા કેવો કક્કો ઘૂંટે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment