Monday, 16 January 2017

અછાંદસ

પ્રેમપત્ર

યાદ લખી,
તારી છેલ્લી ચબરખીએ જાણે
હિલોળે આંખે..
દરિયો થાતો બે ટીપે
ટીપે રાત લખી
દીવાદાંડીયે દીવો ફરતો
હોડલે મારો જીવો
વરસોના વાયરે ટાંઢો હીમ
ખરતો-ખરતો ભરેલો બેડલે
હેલુના-ધડે કડલા મેલી
હાથે કરી કમાંડ જાણે પાણિયારે
ખખડતા વા'ણ,
ફરો પાછાં રામ બાણ!
ઘુંઘવાટે વાયરો ડોલાવે
આજ દિવડો ઝુંપડિયે રામ
દા'ડો ગયો વરસ વા'ણે
ઘડી છે આજે હામ
ખમિજા ઉતર-ચઢાવ વંટોળિયા..
દખણના હે દરિયાલાલ,
વાટુ જોતી ઉંબરે
આ કેટકેટલી નાર ..!
કાંઠે તારે...!
છીપલા અપાર અને
લીધેલો તારી કાંકરિયે અવતાર
તારા આંગણિયે મોજા અપાર અને
પછાડતો પંખીનો કકળાટ..
મછવારો હોડલે છે મારો ભરથાર,
અંધારે વિજળીનો ચળકાર..?
દિવાદાંડી જોતી જાણે દિશા બદલતી વિચાર..
મારા હાથમાં છે તે...!પ્રિયે
લખેલો છે..
મે કેટલીવાર વાચેલો છે..
તમને ન પહોચેલો
પ્રેમપત્ર...!
કુળદિપક ગયા મધદરિયે
હવે ઉડે છે રેત...
પત્ર ભળેલા ભેગા
ચબરખી મળે છે અને
ડટાતી રેત..!

જાગૃતિ મારુ "જાગુ" મહુવા

No comments:

Post a Comment