Wednesday, 25 January 2017

ગઝલ

તરહી પંક્તિ કવિ શ્રી ભરતભાઇ ભટ્ટ
************************
બહારથી લાગુ છું ફેલાઈ ગયો.*
મારી ભીતર હું સમેટાઈ ગયો.*
***************************

ના હતો કોઈ અહમ મારો મને,
એ કહેતા કે તું બદલાઈ ગયો.

હાથમાં લીધો ખુશીના જામને,
એ જ પળમાં ગ્લાસ તરડાઈ ગયો.

મૌનમાં પડઘાય એવો શબ્દ થઇ,
એક કાગળમાં જ અટવાઈ ગયો.

તણખલાને ઝાડમાં બદલીને ઉભી,
સૂર્યને પણ છાંય સમજાઈ ગયો.

કે અધર પર વાંસળી બાળે મને,
હોઠ મારો જો તું કતરાઈ ગયો.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment