દિપકની વાતું તો અમે ઘણીયે સાંભળી છે એ માટે
કે પોતે અંધારું રાખે ને બાકીને ઉજાગ કરે બસ તમારા માટે
શોધું છું હું એક એવો દોસ્ત કે જે સાથ આપે
દુનિયાની પરવાહ ન કરે પરવાહ કરે બસ મારા માટે
ફકત બોલવાની આદત છે મને બહુ તમારા વિષે
કવિતા,ગઝલ અને શાયરી લખું છું બસ આપના માટે
રંકની ગરીબાઈ ગઈને હું ગરીબને ભુલ્યો છું
અમીરીતો ખાનદાની છે મારી બસ તારા માટે
બેઠો છું હું વૃક્ષ નીચે આ નદી કિનારે
એક ગઝલ લખવા આવ્યો હતો બસ પ્રકૃતિ માટે
બસ વર્ણન જ કરે છે *રહીશ* આ દરિયાનું
પરીઓ પણ ફિદા છે મારી આ વાત માટે
*રહીશ*
No comments:
Post a Comment