Tuesday, 3 January 2017

ગઝલ

શ્રી ભરત ભટ્ટ સાહેબના શેર પરથી રચેલ સાંઝી ગઝલ

ડૂબવા માટે ફક્ત રસ્તો હતો,
પ્રેમ ઉર્ફે ચોતરફ દરિયો હતો.
-------------------------------------------
💐"હતો"💐

આયનામાં સાથ તરવરતો હતો,
કાચનો એ ઘાવ ચરચરતો હતો.

જ્યાં પતંગિયું થઇ જવાને ઈચ્છું હું,
ભીતરે દીવો એ ઝળહળતો હતો.

કાંચળી ક્યાં યાદની ઉતરી હજી?
સાપ થઈને પ્રેમ સળવળતો હતો.

આંસુ સૂકું કેવું આંખે તરફડે?
તાપ વિરહનો જ્યાં ફળફળતો હતો.

જિંદગી આખી મનાવી જાતને,
માનવી એ આજ ખળભળતો હતો.

-હેતલ મકવાણા,"હીર",ભાવનગર(3-1-17 )

No comments:

Post a Comment