*_ગઝલ_*
*_૨૮ / ૧ / ૨૦૧૭_*
લાગણીના ખેલ પણ કેવા રઝળતા થૈ ગયા.
દર્દમા આંશુ હવે આંખે છલકતા થૈ ગયા.
પ્રેમના પળ યાદ ક્યાં સુધી કરુ હું પણ હવે!
આ બધાં અવસર હવે, દિલમા ખટકતાં થૈ ગયા.
નીકળ્યાં જ્યારે નફરતો થી ભરેલા ઘર મહી,
પ્રેમની એ શોધમા કેવા ભટકતાં થૈ ગયા.
ઝાંઝવાને શોધવા આવ્યાં હતાં રેતી બની!
રણ મહી મેદાન મા કેવા રખડતા થૈ ગયા.
જ્યારથી વરદાન આપ્યું છે. પ્રભુ એ ત્યારથી,
મોતને પણ હાથ જાલીને પટકતા થૈ ગયા,
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment