અધૂરી છે કહાની તો, નહીં બોલે ખુદાતાલા,
તરાજુમાં પ્રણય કેરી ધરી તોલે ખુદાતાલા.
ગલી-શેરી મરણ ચીસો પુકારીને ફરી રહ્યો,
ચરણને તું હવે શાનો ફરી છોલે ખુદાતાલા.
દરદ સંગે હઠીલા આ હલેશા પણ નમી જોખે,
દરિયામાં ડુબાડીને ભલે ડોલે ખુદાતાલા.
પહેરણમાં કફન કોરું મને દીધું ધવલ રંગી,
સજાવીને ગુલાબોથી ફુલો ફોલે ખુદાતાલા.
સુવાં કાજે મળે થોડી મને શાંતી પ્રસન્નતાથી,
ભણી મંતર કજલ તારી કબર ખોલે ખુદાતાલા.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment