Monday, 23 January 2017

ગીત

બાળપણમાં જ્યારે કંઈ લેવા જઈએ અને એક રૂપિયો વધે એનું શું કરવું ?

ઢાળ: સોના વાટકડી
પ્રકાર: લોકગીત

વાણિયાની હાટડી રે, રૂપિયો એકજ વધતો(2)
રૂપિયાનું કરવું શું? રૂપિયો એકજ વધતો

કરિયાણું લેવાને બાપું મોકલતો (2)
જસ એમાં ફાડવો શું? રૂપિયો એકજ વધતો

ડબલાને ઢાંકણે રૂપિયો હું ધરતો (2)
રૂપિયાનું કરશું શું? રૂપિયો એકજ વધતો

રૂપિયાને ભાળતા વેપારી પુછતો (2)
આનું તે આવશે શું? રૂપિયો એકજ વધતો

એના વિચારમાં મૂંઝવણ હું કરતો (2)
રૂપિયામાં આવશે શું? રૂપિયો એકજ વધતો

સાકર પીપરના ડબલા નિરખતો (2)
આવું તે ભાવશે શું? રૂપિયો એકજ વધતો

ઓલું ઓલું કરીને આંગળિયું ચિંધતો (2)
મનનું ન મળતુંતું, રૂપિયો એકજ વધતો

ભૂંગળા કાં ટીકડા બાજું વિચારતો (2)
ઓછું આ લાગતુંતું, રૂપિયો એકજ વધતો

વેફર કે બિસ્કીટને મનમાં જંખતો (2)
પણ મોંઘુ લાગતુંતું, રૂપિયો એકજ વધતો

આંબલી કા રેવડીને આખર માંગતો (2)
આવું મને ભાવતુંતું, રૂપિયો એકજ વધતો

-કવિ ધાર્મિકભા ગઢવી

No comments:

Post a Comment