કાલના મુશાયરામાં પઠન કરેલી મારી ગઝલ
એ પધારે ,કે પછી એ ના પધારે,
યાદ ને કો' બારણા તો ના પછાડે.
થઈ શકે છે ઘાવ સૌના દિલ મહીં તો-
એને કો' ઝૂલ્ફોને છત પર ના સવારે.
આ સરળ રસ્તા નથી ગમતા મને
કોઈ પથ્થર ને કહો ઠોકર લગાડે
હું ગમાડું છું તને, છે કારણો પણ;
એક દે કારણ કાં મુજને ના ગમાડે ?
આમતો એની કોઈ કિંમત નથી પણ-
પ્રેમ જોયો છે મેં વેચાતો બજારે.
વિરલ દેસાઈ"પાગલ"
No comments:
Post a Comment