Monday, 30 January 2017

ગઝલ

આ માણસોને કેમ કોઈ ડર હવે નથી ?
પહેલા સમો રહ્યો શું તું  ઈશ્વર હવે નથી ?

મંદિર કહે છે એને જ્યાં તારો નિવાસ છે,
એકેય તારું લાગતું આ ઘર  હવે નથી.

અસ્તિત્વ તારુ શોધવા મંડી પડ્યો અહીં,
એ કોણ માનશે  કે તુ પથ્થર હવે નથી.

કણ કણમાં તું વસ્યો હશે હું ચાલ માની લઉ,
તો કેમ આ હદયનીય અંદર હવે નથી.

*સર્જક* સમક્ષ આમ નિરુતર બની ઉભો,
શું તારી પાસે કોઈ જ ઉત્તર હવે નથી.

*- ગૌતમ પરમાર "સર્જક"*
*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment