આભમાં તારા જ ચમકે તું હસે તો,
બાગમાં ફૂલો જ મલકે તું હસે તો.
સ્નેહ નો દરિયો ય છે ઊંડો છતાં પણ,
પ્રેમનો સાગર જ છલકે તું હસે તો.
રૂપ નો તું છે ખજાનો ચાંદ જાણે ! ,
જગત આખું આજ ઝળકે તું હસે તો.
હારમાં તો જીત મારી તું મળે જો
જય પતાકાઓ જ ફરકે તું હસે તો.
મૃત જ પડ્યા છે વિચારો ના જ ઢગલા,
થૈ બધા હીરા જ ચળકે તું હસે તો.
-સંદીપ ભાટીયા(કવિ) લીમખેડા
No comments:
Post a Comment