Monday, 30 January 2017

ગઝલ

વાર કર્યા કરું છું હું વગર વિચાર્યે સામે વાળા વિરલા પર....
હોય ભલેને ઈ તલવાર લાકડાની એને ક્યાં છે કંઈ ખબર.........!!

આમ ને આમ જ જીતાઈ ગઈ છે કંઈ કેટલીયે બાજીઓ......
મનેય હજી નથી ખબર કે એમાં શું કરી જાય છે અસર..............!!

પાણી પીવા માટે જ ઘૂઘવાટા માર્યા છે ખુદ સમંદર થઈને.....
તરસ્યા કંઠ ને સારી પેઠે જાણે છે આ લહેરાતી હર લહેર............!!

રસ્તો કહે - હું હવે અકળાવ છું ને મંઝીલ કહે હું પસ્તાવ છું.......
લાગે છે કે કર્મયોગના કરિશ્માની થઇ ગઈ છે સૌને ખબર.........!!

એક જ ધ્યાન-ભૂલી ભાન સર્જતો ગયો નવા નવા સોપાન.......
ને સમસ્યાઓ જ સર્જી ગઈ રોજે રોજ નવા નવા અવસર..........!!

રહસ્યોના કુંડાળામાં ગયા કેટલા જનમ..? કોને ખબર.?......
બીજા શું ઓળખવાના મને..જ્યાં હું જ ખુદ થી બેખબર.............!!

લ્યો ત્યારે - કરું છું તમામ તલવારો મ્યાન હવે " પરમ ".......
"પાગલ"પ્રેમ ના પરગણામાં ક્યાં હોય છે યુદ્ધના અવસર.........!!

રચનાકાર ......ગોરધનભાઈ વેગડ (પરમપાગલ )

No comments:

Post a Comment