'રહ્યો ક્યાં? (ગઝલ)
તને મળ્યો ને હું, હું રહ્યો ક્યાં ?
ખબર પડી ના, અહમ્ ગયો ક્યાં?
જે નામ તારું સદાય ગાતો,
પવન ફરીથી પછી વહ્યો ક્યાં ?
હતી ઘણીયે મને તો ઈચ્છા,
તને હું સાચે મળી શક્યો ક્યાં?
હો માનવી પર ભરોસો ક્યાંથી?
એ કોઈનો તો કદી થયો ક્યાં?
શિખર સુધી તો જવાયું દોસ્તો !
વધારે ત્યાં હું કદી ટક્યો ક્યાં ?
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment