*ગમે છે મને*
કરે છે કેમ તું વ્હાલા પરેશાન મને?
રુઠુ તો પણ કેમ ના મનાવે તું મને?
આપી જાય છે તું દર્દ એવા કે..
ઘાંવ પર લગાડવા મલમ ના મળે હેતના મને.
પાલવ મારો પાથરી તારી યાદોને સંકોરુ,
ભૂલી ભૂલીને પણ તું કેટલુંક ભૂલીશ મને?
યાદ આવે ને આંસુ દડદડ સરી જાય છે,
હવે તો રોજની આ બાબત કોઠે પડી ગઈ છે મને.
વિયોગી આ તડપ તડપાવે છે ઘણી 'ફિઝા'ને,
પણ હા....
તારી ચાહમાં આંખોને દુઝણી રાખવી ગમે છે મને.
કાજલ કાંજિયા ''ફિઝા"
No comments:
Post a Comment