Wednesday, 25 January 2017

ગીત

શ્યામ હવે તો જાગો…

જેણે મને જગાડ્યો એને, કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે! જનમ-જનમનો લાગો…

પંખીના ટહુકાથી મારા
જાગી ઉઠ્યા કાન,
આંખોમાં તો સૂર્યકિરણનું
રમતું રહે તોફાન;
તમે મારા શ્વાસ-શ્વાસમાં
થઇ વાંસળી વાગો…
મારો તારી સાથ પ્રભુ હે! જનમ-જનમનો લાગો…

ગઈ રાત તો વીતી ગઈને
સવારની આ સુષમા,
વ્હેતી રહે છે હવા ને એમાં
ભળી તમારી ઉષ્મા;
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં
કરશો અળગો આઘો…
મારો તારી સાથ પ્રભુ હે! જનમ-જનમનો લાગો…

-સુરેશ દલાલ

No comments:

Post a Comment