શ્રી ભરત ભટ્ટ સરના શેર પરથી રચેલ ગઝલ
તરહી પંક્તિ:
બ્હારથી લાગું છું ફેલાઈ ગયો,
મારી ભીતર હું સમેટાઈ ગયો.
===================
સત્ય કર્મી તેજ ફેલાઈ ગયો,
આભ માથે ધ્રુવ પંકાઈ ગયો.
ગર્ભમાંથી જન્મ જેનો આવતો,
લાખ ચોરાશી થૈ અંકાઈ ગયો.
બોર મીઠા પારખીને રાખતો,
રામ આવ્યા રાહ ફંટાઈ ગયો.
મૌનનું આ પીંજરું કેવું હશે?
શબ્દ જેવો શબ્દ પુરાઈ ગયો.
જન્મ ફેરો એક ટપારે પામવા,
ચાકડામાં ઘાટ લીપાઈ ગયો.
હેતલ મકવાણા,"હીર",ભાવનગર
No comments:
Post a Comment