Wednesday, 25 January 2017

ગજલ

*પલ* | *હૃદયનો સીધો અનુવાદ*

આવી શકે તો આવને અઘરું નથી !
બોલી જવાશે "જાવને", અઘરું નથી ?

ઝાંખો થયો છે રાતનો અજવાસ પણ,
બોલો, જરા સમ ખાવને, અઘરું નથી ?

સોલિડ ચરી રાખી તમારી યાદની,
અઘરી દવા બદલાવને, અઘરું નથી ?

આઘું પડે છે રોજનું હોવાપણું,
નજદીકમાં બોલાવને, અઘરું નથી ?

*આલાપ* યાને સ્નેહભીનું માવઠું,
ખોલી હૃદય ભીંજાવને, અઘરું નથી ?

(રદ્દીફ પછી પ્રશ્નાર્થ રાખીને વાંચો, પછી એ જ પ્રશ્નાર્થ હટાવીને વાંચો.
પ્રત્યેક શે'રનાં જૂદા જૂદા અર્થોની મજા માણો)

*ચિંતન મહેતા* *આલાપ*
#CM_Sarkaar

No comments:

Post a Comment