Wednesday, 25 January 2017

ગજલ

કવિ શ્રી *"ભરત ભટ્ટ"* સાહેબ ના મત્લા પરથી લખેલી ગઝલ
.
બહારથી લાગુ છું ફેલાઈ ગયો,
મારી ભીતર હું સમેટાઈ ગયો.
.
છું સીધોને છું સરળ હું એટલે,
ખોટી વાતોમાં વગોળાઈ ગયો.
.
માંગવાનો બસ હતો હું જ્યાં તને,
એ પહેલા ખુદ હું મંગાઈ ગયો.
.
આંખ મારી એમણે વાંચી પછી,
સૌની નજરોથી હું નજરાઈ ગયો.
.
તું પૂનમ ને હું છું તારો ચંદ્રમા,
એટલે *"રાકેશ"* કે'વાઇ ગયો.
.
રાકેશ રાઠોડ "મિત્ર"
.
રાકેશ = પૂનમ નો ચંદ્ર

No comments:

Post a Comment