Friday, 27 January 2017

ગઝલ

ઘાવ લીલો લાલ રંગાઈ ગયો
સ્પર્શ ભીનો ઘાવ સંધાઈ ગયો

ડાયરીના બંધ પાને જે હતો
દર્દનો કિસ્સો જ વંચાઇ ગયો

ચીસ એવી તો ઉઠી આ અંતરે,
કે ડુમો કંઠે જ સંતાઈ ગયો,

અંકુરિત જો થઇ ગયા ત્યાં ઘા નવાં,
ન્હોર જીગર પર જ અંકાઈ ગયો,

એક કાતિલ આંસુ શું ગાલે ખર્યું
રક્ત ભીનો શબ્દ ગંઠાઇ ગયો

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment