Friday, 27 January 2017

ગીત

આછા-પાંખા સપના તારા,
આકુળ-વ્યાકુળ હું ને મન..

ઓહો ! આય-હાય નખરા તારા,
લોભાવે છે જાનેમન..

નાજુક નમણો ચહેરો તારો
ફાટું ફાટું આ યૌવન ..

સ્પર્શે સ્પર્શે  એક કોમળતા
ભીંજવે છે  આ આનન !

ધીમે ધીમે  પગરણ માંડ્યા,
થયું સુગંધિત  આ જીવન...

- શબનમ

No comments:

Post a Comment