ઉગે સૂરજ ને થાય ધરતી પર રાહત.........
અંધારું પૂરું થાય એજ અંતરની ચાહત..........!!
પડ તૂટે - અંકુર ફૂટે એ બીજ ની રાહત......
માતૃત્વથી માતા ને શિશુ બેય ને રાહત.........!!
ખીલે ફૂલ ને મુરઝાય એ બાગ ની રાહત.......
બિખરે સુગંધ ચોમેર એ ફૂલ ની રાહત..........!!
તિતલી-તમરા ના શાંત શોરમાં રાહત.........
વીંઝાતી પાંખમાં ઉડતા પક્ષીની રાહત.........!!
ખીલેલા કમળ કરે કાદવ ને રાહત.......
ગુંજતા ભમરા ભરે અવાજ માં રાહત............!!
ઉછળતા મોજાની મોજમાં દરિયાને રાહત.....
ભેટી પડે ભેખડને ને થાય કિનારા ને રાહત......!!
અનંત બ્રહ્માંડ માં છે શૂન્ય જ રાહત.....
અમાસ પછી પૂનમ થી આકાશને રાહત........!!
વગર વિચારે છે પશુ અને પક્ષી ને રાહત.........
ચાહ ના મૃગજળ માં નથી માણસ ની રાહત...!!
લય - પ્રલય માં છે અસ્તિત્વ ની રાહત.......
મળી “પરમ” ઈશારે “પાગલ” ને રાહત....!!
રચનાકાર .......ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment