વહેલી પરોઢે ઓલ્યા, કેસરિયા પારિજાતો
સખી થૈને કરતાં એ, શમણાં કેરી વાતો
ખીલીને મુરઝાવામાં, જાગતા એ શાને રાતો.
દેવ તણા પૂજારી ને, દેવ તણી સોગાતો,
પાંપણે સરક્તુ એ,ગાલે પડી કેવી ભાતો,
લાજુ સખી કેમ કરું, વાતની શરૂઆતો,
સાચું પડે જો શમણું, વીતી કેટલી પ્રભાતો,
અંગે નર્તન છે મારાં, રંગ આંખોનો રાતો,
ઉડે આકાશે શમણું,આવી તારાની બારાતો,
ચાંદ પણ લાજે સુણી, તારાની રજૂઆતો,
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment