તમારી યાદ આવે એવુ કંઈક કરો
દિલ ને ગમે એવું કંઈક કરો
ભલે ને ન થઈ શકે અજવાશ
દિવશે ચાંદ ઉગે એવું કંઈક કરો
યાદો ને તો હંમેશાં સાથે રાખશુ
તુટે નહીં દિલ એવું કંઈક કરો
કર્યો છે તમોએ ધા મારા દિલ પર
એ ધાવ રૂજાઈ એવું કંઈક કરો
રૂબરૂ ના મળી શકો તો કાંઈ નહી
સ્વપ્નમાં મળો એવું કંઈક કરો
ભટકતો રહ્યો સો.પિ શેરી ગલીઓમા
આંખો ખોલુ ને સામે મળો એવું
કંઈક કરો
સોલંકી પિયુષ (સો.પિ)
No comments:
Post a Comment