Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
જીંદગીને ક્યાં ખબર છે ! એકધારી આ સફર છે.
આંખમાં રાતો કલર છે. ને સુહાની પાનખર છે.
પથ્થરો લઈ સૌ ફરે છે ને નજરમાં કાચ ઘર છે
સૂર્ય તું પાછો વળી જા, પાંદડે ઝાકળના થર છે.
કાયમી ટહુકા ઉગે છે કેટલું સધ્ધર નગર છે
અદિશ
No comments:
Post a Comment