Rashid mir ji na matla parthi tarhi
અહીં ભીડ જાજી ને સુનું નગર છે
સુનાં છે જીવન ને સુની આ ડગર છે
ન આવન, ન જાવન, ન કોઈ ધ્વની છે
વિરહ આ તમારો અધુરું નગર છે
નથી કોઇ એવી જગા જ્યાં ન દેખું
તમારી જ ફરતી બધી એ અસર છે
હરોને અમારા સકલ પાપ પરભુ
નહીંતર નક્કામી જનમની સફર છે
અમારું, તમારું, કરો ના જીવનમાં
પરખ એ કરે છે, હરિ માતબર છે
કરમ એમ બાંધો, ભક્તિ ને ભજનમાં
મનનથી, નિયમથી જિવન માપસર છે
હેમા ઠક્કર "મસ્ત ".........14-2-17
No comments:
Post a Comment