Saturday, 18 February 2017

અછાંદસ

ઊંઘને અોલવીને જો થાય તો તાપણું કરું.
અાખી દુનિયાની અાંખો ઠરી જાય,
અાકાશના જીવ કબર પરનાં નિશાનો જેવા જીવે,
અાવી ધૂળ પર.
જાતને ખંજવાળતો પવન ઘસાતો જાય,
બધાં − બધાં ય રૂપ.
કાદવના અદ્દભુત છંદમાં એક રૂપ થઈ જાય.
હું ઘાસમાં મસ્તકોની છાપ પાડતો ફરું.
ફિરસ્તાઅોના ભેજામાં.
ભેદી મધપૂડા જામે,
અાસમાની ફૂલનાં પીળાં ટપકાં
જીવડા કોચી ને ખાય,
માછલાં મીઠા પાણીમાં
ચત્તી છાતીએ અાપઘાત કરે,
રણનાં ઊંટ સમુદ્રનાં પાણી પી જાય,
કડવા લીમડાના કરવતી પાંદડે.
હું કમાતો ફરું.

--- ગુલામ મોહમ્મદ શેખ

No comments:

Post a Comment