Saturday, 18 February 2017

ગીત

શીર્ષક: તમારે ત્યાં કેવું!

અંદરો અંદર વાત થતી.
ને પછી એ ખાસ થતી.
બોલો અમારે ત્યાં એવું.

બે બારણે પંચાત થતી.
ત્યારે સૌને હાસ થતી.
બોલો અમારે ત્યાં એવું.

ભેગી બધી નાત થતી.
ભેંસ ભાગોળે ને છાસ થતી.
બોલો અમારે ત્યાં એવું.

મગજમાં અલગ ભાત થતી.
વડીલોમાં અંતે પાસ થતી.
બોલો અમારે ત્યાં એવું.

દેશ જ નહિ પરપ્રાંત થતી.
વાતો પણ સુરદાસ થતી.
બોલો અમારે ત્યાં એવું.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment