*શોધું મારી માવડી*
ચંદા તારી ચાંદની,
આભે ઓઢાળી રાતડી .
તારલાથી ભરેલી છાબડી ,
તેમાં શોધું હું મારી માવડી .
યાદ આવે તારો ખોળો,
આશરો મારો આજે શંભૂ ભોળો
હાલરડા તારાં કેવા મીઠાં ,
કયાંય વ્હાલ એવા ના મધૂરા દિઠા.
સપનામાં હું ડઘાતો ,
બાથ ભરવાં તને ભરમાતો .
તારા વિણ આ જન્મારો ,
લાગે છે મને સાપનો ભારો.
તારા વિના મને કોણ જગાડે ,
લાડલો કહિ કોણ મને બોલાવે!
પલેપલે તને હું યાદ કરતો,
માણહે માણહે ગુણ તારાં હું ગાતો.
ચંદા તારી ચાંદની ,
આભે ઓઢાળી રાતડી.
તારલાથી ભરેલી છાબડી ,
તેમાં શોધું હું મારી માવડી .
કાજલ કાંજિયા 'ફિઝા'
8/1/2016
No comments:
Post a Comment