કાલની તરાહી પરથી રચના.
––---------––-----------------
ચહેરા પર મુશકુરાહટ આવી,
ગાલ છોડી ખંજન કયાં જશે.
ખુલ્લા કેશમાં વેણી નાખી,
વાળ છોડી લટ કયાં જશે.
પાયલ પહેરી પગલી ચાલી,
ઝાંઝર છોડી ઝણકાર કયાં જશે.
આગમન માં અધીરાઈ ભળી,
બારણું છોડી ટકોરા કયાં જશે.
ઝેર તો પીધાં જાણી જાણી,
માધવ છોડી મીરાં કયાં જશે.
કફત દુઆથી નહીં જાય બિમારી ,
દવા વીના દર્દી કયાં જશે.
દિલીપ ઠકકર
આદિપુર
No comments:
Post a Comment