Wednesday, 8 February 2017

ગઝલ

कम उनकी सोबत का समा देखरहा हुं
उलफत मे फासले को बढ़ा देख रहा हुं

पायाथा अहेसास जीनके  कुर्बका मैने
अब दुर मगर उनको खड़ा देख रहा हुं

बे लौस  सहारा  दीयाथा कभी जीसने
नफरत भरी आंखोका नशा देख रहा हुं

कलजीनकीअदाओंसेफजाजुम रहीथी
खामोश  मगर उनको बना देख रहा हुं

मासूम  जमाने का उन्हें खोफ है  कैसा
कुछ इतना  जमाने से डरा देख रहा हुं

                   मासूम  मोडासवी

મિલન ની ઘણી હો તમન્ના પરંતૂ,
વિભાજક વિયારો નડે એય સાચું.

ભરમ ટૂટ વાના ઘણા હો પ્રભાવો,
ભરમ તે છતાં ના ઘટે એય સાચું.

તમે તો તમારી સફર ચાલુ રાખી,
મગર રાહ અમને છળે એય સાચું.

તમારા.હિસાબે જનમ ભાર લાગે,
અમોને વલણ આ ઘડે એય સાચું.

બધી બાબતોયે સહમત થયેલા,
વચન આપી પાછા પડે એય સાચું.

પ્રતિબંધ  લાગુ કરી  વાત  બંધી,
છતાં આસ  પાસે  રહે એય સાચું.

ઉમીદોની જન્નત મળી જાય માસૂમ ,
પ્રયાસે  ઉમીદો  ફળે એય  સાચું.

              માસૂમ  મોડાસવી.

No comments:

Post a Comment