Wednesday, 8 February 2017

ગીત

આજના વિષય પરથી શૈશવનું ગીત

વરસાદી ફોરાંથી લથબથ આ માટીને
             ખીસ્સામાં  નાખીને  ભાગીએ
સપનાનું  ઘાસ લૈ, રંગોની તાંસ  લૈ
               મનગમતા  ટુકડાને  રાગીએ

પંખીના ટહુકાનો  મીઠ્ઠો  કિલકાર અને
          સનનન  હવાની આ ઝાંઝરી
ઝરમરતી ધારમાં  ઊભી  ભીંજાય
            મારા આંગણની ક્યારીમાં માંજરી
માંજરીને પહેરાવી ઝાંઝરની જોડ
             પછી લીલેરી  માળા રોપાવીએ
                  મનગમતા. ............

સૂરજ  ને ચાંદાએ  માંડી છે ગોઠ,
            ક્યારે મારે લકાવું, ક્યારે  તારે,
વીજલડી કે' મારે લેવો છે  દાવ
      એલ્યા, સૂરજ તું  ઊગજે  સવારે
વાતો સંતાઇને  સાંભળે છે તારલા
    ને ભાગ્યા  સૌ આભની  અટારીએ
                       મનગમતા. ........

   હેમા ઠક્કર "મસ્ત "

No comments:

Post a Comment