ડોલીમાં બેસો'તો દુલ્હન બનાવું,
સોળે શણગાર સજી દુનિયા બતાવું,
ઉછળકૂદ કરતું મનડું ઝીલ્યું જલાઇ ના,
વસંતની લીલી કુંપણોમાં ગુલાબ બતાવું,
દિલમાં દરિયા જેટલો પ્રેમભરી બેઠી છું,
શેર આવે તો શેરાનીનું રૂપ બતાવું,
મહોબ્બતની મંઝિલ બહુમાળી બનાવી છે,
દિલમાં દસ્તક દો તો પ્રેમ મંઝિલ બતાવું,
મૌનમાં આલેખ્યં છે,અલભ્ય વાતો,
"અઝીઝ"ની ક્લિકમાં તસવીર બતાવું,
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment