દિલ તો આપ્યું , બીજું શું આપું બોલ ,
તને હૈયાના કયા ખૂણામાં રાખું બોલ .
સદાય લાગે એમ કે , છે તું મારો ,
એટલો બધો ગહન છે પ્રેમ આ તારો ,
હવે તો હું પણ કેમ કરીને માપું બોલ .
તને હૈયાના કયા ખૂણામાં રાખું બોલ .
પામવાને તને દોડું છું વેગથી બમણાં ,
જાણું છું કે મિલન શક્ય નથી હમણાં ,
પણ આશાના દોરને કેમનો કાપું બોલ .
તને હૈયાના ક્યા ખૂણામાં રાખું બોલ .
દિલમાં તારા શું છે ? ખબર નથી મને ,
જાણતી નથી , કેટલો પ્રેમ કરુંં છું તને ,
હૈયામાં છાપ્યો , બીજે ક્યાં છાપું બોલ .
તને હૈયાના ક્યા ખૂણામાં રાખું બોલ .
ક્યારે નહિ કહું તને , તું આઘો ખસ ,
તને જ કહું છું મારા મનની વાત 'જશ' ,
મનના આ દ્રારને કેમ કરી વાખું બોલ .
તને હૈયાના ક્યા ખૂણામાં રાખું બોલ .
દિલ તો આપ્યું , બીજું શું આપું બોલ ,
તને હૈયાના ક્યા ખૂણામાં રાખું બોલ .
જશુ પટેલ
૨૦-૦૨-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment