Wednesday, 22 February 2017

ગઝલ

_____________ગઝલ_____________

તુજ સૌંદર્ય મુજ હ્રદયને પામી ગયું,
અંતરપટ તણું આ અંબર આંબી ગયું.

મારી કલ્પના પરેનું આ તો બન્યું,
આપણ બેઉનું અચાનક જામી ગયું.

દર્પણમાંહી ખૂબ રૂપાળા લાગો છો,
બસ આ દિલ હવે તો તુજ પર આવી ગયું.

એ મારા વિશે વિચારે છે પણ ખરી ?
એવો એક વિચાર મુજ દિલ ધારી ગયું.

તું હા કે' કે ના કહે શું પડશે ફરક?
જીગર મારું તો હવે ઓવારી ગયું.

તારો તો અવાજ કોયલ જેવો છે હો !
તમ સાથે હવે'વિજય'ને ફાવી ગયું.

" વિજયકુમાર જાદવ"

No comments:

Post a Comment