Wednesday, 22 February 2017

ગઝલ

*અછાંદશ*
*શીર્ષક-સવાર*

કાંટા ઓના વનમાં એકલી થઇ પડેલ સવાર,
રક્તથી રંગાયેલ હાથોને સવારતી થઇ ગયેલ સવાર.

આશા ઉમંગ ભુલી પાનખરની દાસ્તાન કહેતી,
પાનખરી મૌસમને પોતાનામાં સમાવતી છુપાવતી થઇ સવાર.

બેરંગી ફુલોને બીન સુવાસીત પુષ્પો થી સજાવતી ઉપવન,
પોતાનાપણાની મહેંક છોડી જતા ઘાવો થી ઘવાતી સવાર.

પોતાના અરમાનોની કત્લ કરી મુશ્કુરાતી ફરતી,
સ્વજનો જે કહેવાયછે તેના માટે જીવતી સવાર.

સંધ્યા સમયે થશે કયારેક પ્રિયમિલન આશ લઇ ફરતી,
વેદના ને સ્મિત માં છુપાવી  ખુદમાં ઘુંટાતી સવાર.

"કાજલ" તારા સપના સાકાર કરવા મથતી,
આ ભાવજગતમાં જ રહેતી એમ કહેતી સવાર.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
1990

No comments:

Post a Comment