Wednesday, 22 February 2017

અછાંદસ

શબ્દોના છાંટાથી
ભીંજાવું,
કે કલ્પનાના ફૂલોની
મહેક લેવી,
ગુમડા પર બેસેલી માખીને
ઉડાડવામાં અસમર્થ
વ્યક્તિની વેદનાનું આલેખન
પ્રકૃતિના સાચી અનુભૂતિ
જેવાજ હોય છે!
કલ્પનાના વાદળોની વાછરોટ
વાવરી હકીકતને
સંપૂર્ણ ભીંજવી શકે!
શબ્દોનો તાપ સૂરજની ગરમી
જેમ પરસેવા છોડાવી શકે,
કદાચ ઉનાળામાં ઠંડી  લગાડી શકે!
બોગાન વેલ ના ફૂલ જેવી
એ માત્ર કલ્પના જ તો નથી હોતીને?
પ્રકૃતિ અને પ્રેમને આ
કાલ્પનિક દુનિયાથી કેટલો
ઊંડો સંબંધ હશે?
વેદનાની વાણી કરતા
વ્યથિત વ્યક્તિની
અનુભૂતિ જુદી ન હોય!
આપણે તો કલ્પનાના
સાગરના મરજીવા,
કાવ્યના મોત મેળવી લઈએ
એટલે સંતોષ,
પણ એનો સ્ત્રોત
ખુબજ હા!
ખુબજ ઊંડો છે.
ત્યાં ક્યાં તર્ક, કલ્પના,
વિચારની વાડો છે!
માત્ર હકીકત અને
એનું પરિણામ ....!

સંદીપ ભાટીયા(કવિ)

No comments:

Post a Comment