Monday, 6 February 2017

ગઝલ

*સીધું સરળ થાવું ગમશે*

સીધું સરળ થાવું ગમશે,
સંગે તુજ શરમાવું ગમશે.

જીવન છે ચાલ્યાં કરશે!,
મનથી માની જાવું ગમશે.

હૈયે ઉમટે જો ખૂશી તો,
સ્વાગત કરુ હરખાવું ગમશે.

મૌસમ બદલાયું જો આજે,
માવઠુ વરસ નાવું ગમશે.

આઈનો જોઈ લે *'તૃપ્ત*'
પ્રતિબિંબે ખોવાવું ગમશે.

*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*

No comments:

Post a Comment