Saturday, 11 February 2017

ગઝલ

આંખ ચોળતા આવી ગયું,
એક અદકેરું સપનું સખી.
વાલમ ને જાણ થાય જો.... 

ચૂપચાપ કરે કાંકરી ચાળો,
મન મારૂ મલકાય  સખી.
વાલમ ને જાણ થાય જો....

ચાંદલા ને ચોખલિયા ની,
ભાત ભાલે સોહાય સખી.
વાલમ ને જાણ થાય જો...

ચુંદડી ની રંગબેરંગી કોર,
મારો પાલવ લહેરાય સખી.
વાલમ ને જાણ થાય જો....

ખુલી પાંપણ  મા આંજી,
એક અદકેરું સપનું  સખી.
વાલમ ને જાણ થાય જો....

     શ્યામા" જયશ્રી ...

No comments:

Post a Comment