દિલના દર્શન ચર્મચક્ષુથી થઈ જાય છે,
બિન બોલે બયાન દિલનું થઈ જાય છે.
ચાહતનો ચંદરવો છડે ચોક આવે છે,
રંગ પૂરણી ડિઝાઈનો થઈ જાય છે.
સામે ચાલીને આવવા આતુર હોય છે,
કેડીમાં કંકુ ચોખાનો ચાંદલો થઈ જાય છે.
હરખાતા હાટડીએ એક વાર આવજો,
પ્રેમ મોદીખાને કાયમી મહેમાન બની જાય છે.
લાગણીના સંબંધો કાયમી ચાલતા હોય છે,
"અઝીઝ"ની કવિતામાં કોયલ થઈ જાય છે.
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment