Sunday, 19 February 2017

ગઝલ

મળ્યું એક એવું દરદ પણ મજાનું.
હવે મારે શું કામ તારી દવાનું.

રહેશે કસર આ જીવનમાં તમારી;
નથી કોઈ એવું જે મારું થવાનું

ખતમ શ્વાસની આ ઉધારી કરીને;
જગતમાં મુકીને બધું છે જવાનું.

રહે છે બનીને અજાણ્યા જે મુજમાં;
હવે ના પુછો નામ મારા ખુદાનું.

કહે મોજથી જીવ ખોઈને *સર્જક*;
કબરમાં નિરાંતે હવે છે સુવાનું.

*ગૌતમ પરમાર "સર્જક".*

*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment