છાણ ને કાઠી સમું બળતણ નથી
ધૂળ ને માટી સમું આંગણ નથી
એમ સંસારે રહી અળગા થવું
આવડે જો જીવતાં અળચણ નથી
ઠાવકાં થૈ ને રહો, મનસા ત્યજો
એહથી મોટું અહીં ડ્હાપણ નથી
દેવપૂજાનો નિયમ જળવાય બસ
પણ અહીં એવુંય કો ' પ્રાંગણ નથી
જીંદગી થૈ જાય મીઠી ગોઠડી
માનવીની જીભમાં ગળપણ નથી
'મસ્ત' થઈ જીવો તમે છોડો વ્યથા
મોહ છે, આ પણ નથી, તે પણ નથી
------------હેમા ઠક્કર "મસ્ત "
No comments:
Post a Comment