લાઈટ.....કેમેરા....એક્શન............
રોજ સવારે કુદરતના..
"લાઈટ" એવા આદેશ સાથે જ
સૂર્યરૂપી એલોઝન
મારા 'સેટ' પર
આવી જાય છે....
મારા બેડરૂમની ઘડિયાળ
સવારથી જ
મારો કેમેરો બની જાય...
એ મને જોયા કરે...
ને હું એને જોયા કરું.....
અને અંતે બરાબર
દસના ટકોરે મારા સપનાઓ
મને "એક્શન"નો આદેશ કરે
અને હું દોડવા લાગું
મારી જીવનશ્રેણીના
સાઈન કરેલાં
એપીસોડ પૂર્ણ કરવા......
શૈલેષ જોષી "આર્યન"
No comments:
Post a Comment