*સાઈઝિકી*
સ્વરૂપ 6-4-2-8
ઢીંગલી રૂ ભરી
બાથ ભરી
હસી,
ઢીંગલી રમે ઢીંગલી.
------
પીળું પર્ણ પડ્યું
વહેણમાં,
કીડી
લ્યો, નાવમાં બેસી ચાલી.
------
ટેરવા પરથી
ગીત ખર્યું,
એની
નખને બળતરા છે.
------
પૂનમ, અમાસ
ચંદ્ર ખાસ.
આમાં
ચાંદનીનો ક્યાં વાંક છે?
------
ઝુંપડીમાં અંધ
મીણબત્તી
બળે,
અંધવાળું વાળ્યે વળે?
-----
સમાંતર પાટે
ટ્રેન દોડે,
નદી
અસમાંતર, તો વહે!
------
પ્રભાત નીકળી
રતુંમડી
જાણે
સૂર્યની બીંદી કપાળે!
------
ભાદરવા વદ
પાંચમ ને
આવે
હીંચકાને હેડકીઓ
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment