Sunday, 19 February 2017

અછાંદસ

*મળશે નહીં*

તને પ્રેમ કરવાની સજા મને ખૂબ મળી છે,
તને યાદ કરીને આંખો મારી ખૂબ રડી છે.

નામ મારું લઈને,
તું પણ રડશે કદી
મારા પ્રેમની કિંમત
આમ.....
ચૂકવશે તું પણ કદી
ચાહતની આ લેનદેનમાં,
મને હારીશ તું પણ કદી,
બોલાવીશ તું મને રાત દિવસ પછી....
ક્યારેય પાછું વળીને,
નહીં જોવ હું પણ કદી,
સમજીલે ચાહતની છે આ રીત મારી
ફરી મળશે નહીં તને કદી,
આવો પ્રેમ કરનારી.

કાજલ કાંજિયા 'ફિઝા'
19/2/2017

No comments:

Post a Comment