ચાલવાને રસ્તો શોધી શક્યો
નીકળ્યો સમયસર મંજિલે પહોંચી શક્યો.
પામવાને સવારે ઉઠી શક્યો
મળી જશે રાત પહેલા જાણી શક્યો.
માણસ માણસને મળી શક્યો
ઈશ્વરને નજીકથી અનુભવી શક્યો.
મુજને હરબાર અજમાવી શક્યો
અન્યને અથડાતા અટકાવી શક્યો.
મનના ઊંડાણ તપાસી શક્યો
સમજણને જરા વિસ્તરી શક્યો.
શક્યતાઓમાં શંશય ટાળી શક્યો
પહોળી પાંખ ગગને ફેલાવી શક્યો.
થયો નિષ્ફળ વારે વારે
જ્ઞાની બસ એટલેજ થોડો થઇ શક્યો.
એક નાની શીશીમાં સમાય શક્યો
બની જિન અશક્ય ઘણું કરી શક્યો.
વળવા સમયે પાછો વળી શક્યો
એટલેજ કદાચ સફળતાને ચૂમી શક્યો.
સફર જિંદગીની સહજતાથી ખેડી શક્યો
જયારે "નીલ" હું ખુદનો સંગાથી બની શક્યો.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Monday, 6 February 2017
ગઝલ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment